શું કરવું
- બેંકની સંપર્ક વિગતો મેળવવા માટે હંમેશા બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હંમેશા બેંકને આપના સંપર્કની તાજેતરની વિગતો પૂરી પાડેલી રાખો અને ટ્રૈન્સૈક્સનના એલર્ટ માટે સબસ્ક્રાઇબ કરો.
- આપના કમ્પ્યૂટર/મોબાઇલમાં યોગ્ય એન્ટિ-વાઇરસ અને એન્ટિ-માલવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રાખો અને તેને અપ-ટુ-ડેટ રાખો.
- આપના પાસવર્ડને સ્ટ્રોંગ અને વિશિષ્ટ પ્રકારનો રાખો.
- આપના કાર્ડ નંબર, પાસવર્ડ અથવા તો અન્ય કોઈ અંગત/સંવેદનશીલ માહિતીનો સંગ્રહ ન થાય તે માટે આપના બ્રાઉઝરના ઑટોકંપ્લીટ સેટિંગ્સને બંધ રાખો.
- પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી કોઇપણ એપ ડાઉનલોડ કરતાં પહેલાં સાવચેત રહો.
- લેવડદેવડ કરતી વખતે આપના વેબ બ્રાઉઝરના સ્ટેટસ બારમાં પેડલોકના ચિહ્ન અથવા httpsને ચકાસો.
- આપની પાસે સંવેદનશીલ વિગતો માંગતા મેસેજોમાં હંમેશા સ્પેલિંગની ભૂલો શોધો, કારણ કે, તેનાથી આપને નકલી સંદેશાઓને ઓળખવામાં મદદ મળી રહેશે.
શું ન કરવું
- પિન, પાસવર્ડ, ઓટીપી અથવા કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી ક્યારેય કોઇને પણ આપશો નહીં.
- આપના બેંકના ખાતાને ઍક્સેસ કરતી વખતે જાહેર વાઈ-ફાઈ અથવા ફ્રી વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)/જાહેર કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાનું ટાળો.
- અજ્ઞાત સ્રોતો/સેન્ડર આઇડી તરફથી મળેલી લિંક્સ પર ક્લિક કરશો નહીં.
- સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પાસવર્ડ ન રાખશો, જેમ કે, ૧૨૩૪૫૬, નામો, જન્મતારીખ વગેરે.
- આપના બેંકિંગના પાસવર્ડને ગમે ત્યાં લખવાનું અને બ્રાઉઝર પર સેવ કરવાનું ટાળો.
- રિમોટ શેરિંગ એપ્સને ડાઉનલોડ કરશો નહીં, જેમ કે, એનીડેસ્ક.
- યુપીઆઈ મારફતે નાણાં મેળવવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરશો નહીં અથવા તો પિન (પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર) કે ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) દાખલ કરશો નહીં.
- એટીએમ ખાતે અજાણી વ્યક્તિઓની મદદ લેશો નહીં.
યાદ:
કોટક મહિન્દ્રા બેંક કે તેના કર્મચારીઓ/પ્રતિનિધિઓ ક્યારેય આપના ખાતાની અંગત માહિતી માંગશે નહીં.
સલામત રહો, સચેત રહો!